2 Chronicles 21:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો છે અને આહાબના કુટુંબની જેમ તેં યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી છે અને તારા પિતાના કુટુંબનાં તારા ભાઈઓ જે તારા કરતા સારા હતા, તેઓને તેં મારી નાખ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એને બદલે, તમે ઇઝરાયલના રાજાઓનું અનુકરણ કર્યું છે અને આહાબ તથા તેના અનુગામીઓએ ઇઝરાયલના લોકોને ઈશ્વર પ્રત્યે બેવફા બનાવ્યા, તેમ તમે પણ યહૂદિયા અને યરુશાલેમના લોકોને ઈશ્વર વિરુદ્ધ બેવફાદારીમાં દોર્યા છે. તમે તમારા કરતાં સારા એવા તમારા પિતૃપક્ષના ભાઈઓને મારી નાખ્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો છે, ને આહાબના કુટુંબની જેમ તે યહૂદિયા તથા યરુશાલેમનાં રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી છે. અને તારા પિતાના કુટુંબના તારા ભાઈઓ જે તારા કરતાં સારા હતાં, તેઓને પણ તેં મારી નાખ્યાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તું ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલ્યો છે, અને આહાબના કુટુંબે ઇસ્રાએલના લોકોને મારાથી વિમુખ કરી દીધા હતા તેમ તેં યરૂશાલેમના અને યહૂદાના લોકોને મારાથી વિમુખ બનાવી દીધા છે અને તારા કરતાં સારા એવાં તારા ભાઇઓને તેં મારી નાખ્યા છે.