2 Chronicles 21:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ યહૂદિયા દેશ પર આક્રમણ કર્યું અને દેશમાં ઘૂસી આવ્યા. તેઓ રાજાના મહેલમાં જે સર્વ સંપત્તિ હતી તેને લૂંટી લીધી. અને તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું હરણ કર્યું. તેના દીકરાઓમાં સૌથી નાના દીકરા યહોઆહાઝ સિવાય તેને એકે દીકરો રહ્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે યહૂદિયા પર હુમલો કર્યો, રાજમહેલ લૂંટયો અને રાજાની બધી પત્નીઓને અને સૌથી નાના પુત્ર અહાઝયા સિવાયના બધા પુત્રોને કેદ કરી લઈ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ યહૂદિયા પર ચઢી આવીને તેની અંદર ઘૂસી ગયા. અને રાજાનાં મહેલમાં જે સર્વ સંપત્તિ તેઓને મળી તેનું. તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું પણ તેઓ હરણ કરી ગયાં; તેથી તેના દીકરાઓમાં સૌથી નાના યહોઆહાઝ સિવાય તેને એક દીકરો રહ્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે યહૂદા પર હુમલો કર્યો અને દેશ પર આક્રમણ કર્યું અને રાજાના મહેલમાં જે કાઇં હાથ આવ્યું, તે બધું તેઓ લૂંટી ગયા, રાજાનાં પુત્રો અને પત્નીઓને પણ લઇ ગયા; એક માત્ર સૌથી નાનો પુત્ર યહોઆહાઝ બચી ગયો.