2 Chronicles 21:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તોપણ ઈશ્વરે દાઉદની સાથે જે કરાર કર્યો હતો અને તેને તથા તેના વંશજો તેઓનું રાજય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યું હતું તેને લીધે તે દાઉદના કુટુંબનો નાશ કરવા ઇચ્છતો ન હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ પ્રભુ દાવિદનો રાજવંશ ખતમ કરી નાખવા રાજી નહોતા. કારણ, તેમણે દાવિદ સાથે કરાર કર્યો હતો કે, “હું તારા વંશમાં રાજવારસરૂપી દીવો સતત સળગતો રાખીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો પણ યહોવાએ દાઉદની સાથે જે કરાર કર્યો હતો તેને લીધે, અને તેને તથા તેના વંશજોને તેમનું રાજ્ય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યુ હતું તેને લીધે દાઉદના કુટુંબનો નાશ કરવા તે ચાહતો ન હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમ છતાં યહોવા દાઉદના વંશનો નાશ કરવા રાજી નહોતા, કારણ, તેણે દાઉદ સાથે કરાર કરીને તેને વચન આપ્યુ હતું કે, “હું તારા વંશનો દીવો સદાસર્વદા સળગતો રાખીશ.”