2 Chronicles 22:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અહાઝયાહ રાજા થયો ત્યારે તે બેતાળીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજય કર્યુ. તેની માતાનું નામ અથાલ્યા હતું. તે ઓમ્રીની દીકરી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અહાઝયા બાવીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. અહાઝયાએ પણ આહાબ રાજાના કુટુંબનું અનુકરણ કર્યું; કારણ, તેની માતા અથાલ્યા આહાબ રાજાની પુત્રી અને ઇઝરાયલના રાજા ઓમ્રીની પૌત્રી હતી અને તે અહાઝયાને દુષ્ટ સલાહ આપતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અહાઝ્યા રાજા થયો ત્યારે તે બેતાળીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં એક વર્ષ સુધી રાજ કર્યું, તેની માનું નામ અથાલ્યા હતું. તે ઓમ્રીની પુત્રી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 42 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં એક વર્ષ રાજ્ય કર્યુ. તેણે એ જ કામ કર્યા જે આહાબના કુટુંબીઓએ કર્યા હતા.