2 Chronicles 22:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રામોથ આગળ અરામના રાજા હઝાએલ વિરુદ્ધ લડતાં જે ઘા થયેલો તેમાંથી સાજો થવા માટે તે યિઝ્એલ પાછો ગયો. યહોરામ ઘવાયેલો હતો તેથી અહાઝયાહ, યહોરામ તેની ખબર કાઢવા યિઝ્રએલ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતાને પડેલા ઘામાંથી સાજો થવા તે યિઝએલ નગરમાં પાછો ફર્યો અને અહાઝયા ત્યાં તેની મુલાકાતે ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રામા આગળ અરામના રાજા હઝાએલની સામે યુદ્ધ કરતાં તેને જે ઘા વાગ્યાં હતાં તેમાંથી સાજો થવાને તે યિઝ્એલ પાછો ગયો. અને તે માંદો હતો, તેથી અહાઝ્યા યિઝ્એલમાં તેને જોવા ગયો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તે રામોથ આગળ અરામના રાજા હઝાએલ સાથે લડતાં પડેલાં ઘામાંથી સાજો થવા માટે પાછો ઇસ્રાએલ ચાલ્યો ગયો, એ ઘવાયેલો હતો તેથી અહાઝયા તેની ખબર કાઢવા યિઝ્એલ ગયો.