2 Chronicles 23:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી સેનાધિપતિઓને બોલાવીને કહ્યું, "તેને સૈનિકોની હરોળની વચમાં થઈને બહાર લાવો; જે કોઈ તેની પાછળ જાય તેને મારી નાખો." યાજકે ચેતવણી આપતા કહ્યું, "ઈશ્વરના ઘરમાં તેને મારી નાખવી નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકાર યહોયાદા અથાલ્યાને મંદિરના વિસ્તારમાં મારી નાખવા માગતો નહોતો. તેથી તેણે સૈન્યના શતાધિપતિઓને બોલાવીને તેમને કહ્યું, “તેને રક્ષકોની હરોળમાં થઈને બહાર લઈ જાઓ અને કોઈ તેને સાથ આપે તો તેને મારી નાખવો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોયાદા યાજકે સૈન્યના ઉપરી શતાધિપતિઓને બહાર બોલાવીને તેઓને કહ્યું, “તેને સૈનિકોની હારોની વચમાં થઈને બહાર કાઢો; અને જે કોઈ તેની પાછળ જાય, તેને તરવારથી મારી નાખો.” યાજકે તેઓને કહ્યું હતું, “યહોવાના મંદિરમાં તેને મારી નાખવી નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજક યહોયાદાએ સેનાનાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લશ્કરની વચ્ચે લઇ જાઓ અને જે કોઇ એની સાથે આવે તેની હત્યા કરો.” પછી યાજકે ચેતવણી આપતાં કહ્યું, “યહોવાના મંદિરમાં એનો વધ કરવાનો નથી.”