2 Chronicles 23:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી બધા લોકોએ જઈને બાલના મંદિરને તોડી નાખ્યું; તેઓએ બાલની વેદીઓ અને મૂર્તિઓને ભાંગીને તેના ટુકડાં કરી નાખ્યા. અને બાલના યાજક માત્તાનને તે વેદીઓની સામે જ મારી નાખ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેઓ સૌ બઆલના મંદિરે ગયા અને તેમણે તેને તોડી પાડયું. તેમણે વેદીઓ અને મૂર્તિઓનો ભૂક્કો બોલાવ્યો અને વેદીઓ આગળ બઆલના યજ્ઞકાર માત્તાનને મારી નાખ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સર્વ લોકોએ બાલને મંદિરે જઈને તેને તોડી પાડ્યું, તેની વેદીના તથા તેની મૂર્તિઓનાં ભાંગીને ટુકડા કર્યા, ને યાજક માત્તાનને વેદી આગળ મારી નાખ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પછી બધા લોકોએ બઆલને મંદિરે જઇ તેને તોડી નાખ્યું; તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ ભાંગી નાખી અને યાજક મત્તાનને વેદીઓની સામે જ મારી નાખ્યો.