2 Chronicles 23:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઈ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વિધિગત રીતે અશુદ્ધ હોય એવો કોઈ મંદિરમાં પ્રવેશે નહિ તે માટે તેણે મંદિરના દરવાજાઓ આગળ સંરક્ષકો મૂક્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે યહોવાના મંદિરના દરવાજાઓ આગળ દ્વારપાળો મૂક્યા, એ માટે કે કોઈ પણ બાબતમાં જે કોઈ અશુદ્ધ હોય તે અંદર ન પેસે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે યહોવાના મંદિરના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઇ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય.