2 Chronicles 23:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોયાદા પોતાની સાથે શાતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકોના અધિકારીઓને તથા દેશના બધા લોકોને લઈને રાજાને સભાસ્થાનથી નીચે લઈ આવ્યો અને પછી ઈશ્વરના સભાસ્થાનના 'ઉપલા દરવાજાથી' તેને રાજમહેલમાં લઈ ગયો અને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાને મંદિરમાંથી મહેલમાં લઈ જવાના સરઘસમાં યહોયાદા સાથે સેનાના શતાધિપતિઓ, લોકોના આગેવાનો અને સર્વ લોકો જોડાયા. તેઓ મુખ્ય પ્રવેશ દ્વારેથી રાજમહેલમાં દાખલ થયા અને રાજા રાજ્યાસન પર બિરાજ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકના અધિકારીઓને તથા દેશના સર્વ લોકોને સાથે લઈને તે યહોવાના મંદિરમાંથી રાજાને નીચે લઈ આવ્યો. તેઓ ઉપલે દરવાજે થઈને રાજાના મહેલમાં પાછા આવ્યા, ને રાજાને રાજ્યાસન પર બેસાડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ રક્ષકદળના નાયકોને, આગળપડતા પુરુષોને, અમલદારોને તથા દેશના બધા લોકોને સાથે લઇને રાજાને મંદિરની બહાર લઇ જવામાં આવ્યો અને પછી યહોવાનાં મંદિરના “ઉપલા દરવાજાથી” રાજમહેલમાં લઇ ગયાને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો.