2 Chronicles 23:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકો તથા લેવીઓ જે સેવા કરતા હોય તેઓના સિવાય કોઈને પણ ઘરમાં પ્રવેશ કરવા દેવો નહિ; માત્ર તેઓએ જ અંદર જવું, કેમ કે તેઓ પવિત્ર હોઈને આજના દિવસના કામ માટે તેઓને નિયત કરાયા છે. સર્વ લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફરજ પરના લેવીઓ અને યજ્ઞકારો વિધિગત રીતે પવિત્ર થયેલા છે; તેથી તેમના સિવાય બીજા કોઈને મંદિરમાં પ્રવેશ કરવા દેવાનો નથી. બાકીના લોકો તો પ્રભુની સૂચના પ્રમાણે બહાર રહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યાજકો તથા જે લેવીઓ સેવા કરતા હોય તેઓ સિવાય કોઈએ યહોવાના મંદિરમાં પેસવું નહિ. ફક્ત તેમણે જ અંદર જવું; કેમ કે તેઓ પવિત્ર છે. પણ સર્વ લોકોએ યહોવાના નિયમનો અમલ કરવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યાજકો તથા જે લેવીઓ સેવા કરતા હોય તેઓના સિવાયના કોઇએ યહોવાના મંદિરમાં પ્રવેશ કરવો નહિ; ફકત તેમણે જ અંદર જવું, કારણકે તેઓ પવિત્ર છે; પરંતુ સર્વ લોકોએ યહોવાના નિયમોનો અમલ કરવો.