2 Chronicles 24:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે પણ પેટી ભરાઈ જતી ત્યારે લેવીઓની મારફતે તે પેટી રાજાની કચેરીમાં લાવવામાં આવતી અને જયારે પણ તેઓ જોતા કે તેમાં ઘણાં પૈસા જમા થયા છે, ત્યારે રાજાનો પ્રધાન તથા મુખ્ય યાજકનો અધિકારી આવીને તે પેટીને ખાલી કરતા અને તેને ઉપાડીને પાછી તેની જગ્યાએ લઈ જઈને મૂકતા. દરરોજ આ પ્રમાણે કરવામાં આવતું અને તેઓએ પુષ્કળ પૈસા એકત્ર કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીઓ દરરોજ એ પેટી તેના સંબંધિત અમલદારો પાસે લઈ જતા. જ્યારે પેટી ભરાઈ જાય ત્યારે રાજાના મંત્રી અને પ્રમુખ યજ્ઞકારના પ્રતિનિધિ પૈસા કાઢી લઈ પેટીને તેના સ્થાને ફરી મૂક્તા. એમ દિનપ્રતિદિન કરીને તેમણે મોટી રકમ ઊભી કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે પેટી ભરાતી ત્યારે લેવીઓની મારફતે રાજાની કચેરીમાં તે પેટી લાવવામાં આવતી, ને જ્યારે તેઓ જોતા કે તેંમાં ઘણા પૈસા થયા છે, ત્યારે રાજાનો ચિટનીસ તથા મુખ્ય યાજકનો કારભારી આવીને પેટીને ખાલી કરતા, ને તેને ઉપાડીને તેને સ્થાને પાછી લઈ જતા. રોજ રોજ એ પ્રમાણે કરીને તેઓએ પુષ્કળ પૈસા એકત્ર કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પેટી ભરાઇ જતી ત્યારે એ પેટી રાજાના અમલદાર આગળ લઇને આવતા, અને જ્યારે તેમને ખાતરી થતી કે, પેટી બરાબર ભરાઇ ગઇ છે, ત્યારે રાજાનો મંત્રી અને મુખ્ય યાજકનો અમલદાર આવીને તે ખાલી કરતાં અને ત્યારબાદ તેને પાછી તેની જગ્યાએ લઇ જતા. રોજ આ પ્રમાણે કરવામાં આવતું અને મોટી રકમ ભેગી થતી.