2 Chronicles 24:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોયાદા યાજકના પુત્ર ઝખાર્યા પર ઈશ્વરનો આત્મા આવ્યો; ઝખાર્યાએ લોકોની સમક્ષ ઊભા થઈને કહ્યું, "ઈશ્વર એમ કહે છે: 'શા માટે તમે ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને પોતાને માથે આફત લાવો છો? તમે ઈશ્વરને તજ્યા છે, માટે તેમણે તમને તજ્યા છે.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ઈશ્વરના આત્માએ યહોયાદા યજ્ઞકારના પુત્ર ઝખાર્યાનો કબજો લીધો. પછી તેણે લોકો સમક્ષ ઊભા રહીને તેમને કહ્યું: “પ્રભુ ઈશ્વર પૂછે છે કે મારી આજ્ઞાઓ ઉથાપીને તમે શા માટે પોતા પર આપત્તિ વહોરી લો છો? તમે પ્રભુનો ત્યાગ કર્યો છે માટે તેમણે પણ તમારો ત્યાગ કર્યો છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોયાદા યાજકના પુત્ર ઝખાર્યા પર ઈશ્વરનો આત્મા આવ્યો. તેણે લોકની આગળ ઊભા રહીને તેઓને કહ્યું, “ઈશ્વર એમ કહે છે કે, તમે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને શા માટે પોતાને માથે આફત લાવો છો? તમે યહોવાને તજ્યા છે. માટે તેમણે તમને તજ્યા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોયાદાના પુત્ર ઝખાર્યા પર દેવનો આત્મા આવ્યો. અને તેણે લોકોની સમક્ષ ઊભા થઇને કહ્યું, “‘શા માટે તમે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને આફત વહોરો છો? તમે યહોવાને છોડી દીધા છે એટલે તેણે તમને છોડી દીધા છે.’”