2 Chronicles 24:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ પ્રમાણે, યોઆશ રાજાએ ઝર્ખાયાના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતા તેના પુત્રને મારી નાખ્યો. મરતા સમયે ઝખાર્યાએ કહ્યું, "ઈશ્વર આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ આપશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝખાર્યાના પિતા યહોયાદાએ રાજા પ્રત્યે દાખવેલી વફાદારીપૂર્વકની સેવા રાજા ભૂલી ગયો, અને તેણે ઝખાર્યાને મારી નંખાવ્યો. મરતાં મરતાં ઝખાર્યા બોલ્યો, “તમે જે કરો છો તે જોઈને પ્રભુ તમને શિક્ષા કરો!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પ્રમાણે યોઆશ રાજાએ તેના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતાં તેના પુત્રને મારી નાખ્યો. મરતી વેળાએ તેણે કહ્યું, “યહોવા આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ લો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઝર્ખાયાના પિતા યહોયાદાએ પોતાના પ્રત્યે બતાવેલી વફાદારીને ભૂલી જઇને રાજા યોઆશે તેના પુત્રને મારી નાખ્યો. મરતાં મરતાં ઝર્ખાયા કહેતો ગયો કે, “યહોવા આ જુઓ અને એનો બદલો લો!”