2 Chronicles 25:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેઓને પોતાના સૈન્યથી જુદા પાડીને ઘરે પાછા મોકલી દીધા; તેથી તે લોકો યહૂદિયા પર ઘણાં નારાજ થયા અને ક્રોધાયમાન થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી અમાસ્યાએ એફ્રાઈમની આગેવાની હેઠળ આવેલા ઇઝરાયલી સૈન્યના માણસોને પોતપોતાને ઘેર પાછા જતા રહેવા જણાવ્યું, એથી તેઓ યહૂદિયાના લોકો પર ખૂબ ક્રોધે ભરાઈને ઘેર જતા રહ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ અમાસ્યાએ જે સૈન્ય એફ્રાઈમમાંથી આવ્યું હતું તેને પોતાના સૈન્યથી જુદું પાડીને ઘેર મોકલી દીધું. તેથી તેઓ યહૂદિયા પર બહું ગુસ્સે થયા, ને ક્રોધાયમાન થઈને પોતાને ઘેર ચાલ્યા ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેમને જુદા પાડીને ઘેર પાછા મોકલી દીધા. એ લોકો યહૂદા પર ભારે રોષે ભરાયા અને ધૂંધવાતા ધૂંધવાતા ઘેર ગયા.