2 Chronicles 25:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પછી અદોમીઓની કતલ કરીને અમાસ્યા પાછો આવ્યો અને સેઈરના લોકોના દેવોને સાથે લઈ આવ્યો, તેણે પોતાના દેવો તરીકે તેઓની સ્થાપના કરી. તેણે તેઓની પૂજા કરી અને તેઓની આગળ ધૂપ બાળ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અદોમીઓને હરાવીને અમાસ્યા પાછો ફર્યો ત્યારે પોતાની સાથે તેમની મૂર્તિઓ લેતો આવ્યો. તેણે તેમની સ્થાપના કરી તેમની ભક્તિ કરી અને તેમની આગળ ધૂપ બાળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમાસ્યા અદોમીઓને કતલ કરીને પાછો લાવ્યો, ત્યાર પછી તેણે સેઈરના લોકોના દેવોને લાવીને પોતાના દેવો તરીકે તેઓને ઊભા કર્યા, ને તેઓની ઉપાસના કરીને તેઓની આગળ ધૂપ બાળ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અદોમીઓને હરાવીને અમાસ્યા પાછો આવ્યો અને જે અદોમીઓના પૂતળાં સાથે લઇ આવ્યો હતો, તેની તેણે પોતાના દેવો તરીકે સ્થાપના કરી, પછી તેણે તેની પૂજા કરવાનું અને તેમની સામે ધૂપ બાળવાનું શરૂ કર્યું.