2 Chronicles 25:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એવું થયું કે તે પ્રબોધક હજી અમાસ્યાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, "શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે. શા માટે હાથે કરીને મરવા માગે છે?" પછી પ્રબોધકે જતાં જતાં કહ્યું, "હું જાણું છું કે, ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેં આ કામ કર્યું છે. અને મારી સલાહ સાંભળી નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમાસ્યા વચમાં બોલી ઊઠયો, “અમે તને રાજાનો સલાહકાર ક્યારે બનાવ્યો? ચૂપ થા! તું શા માટે જાણી બૂજીને મોત માગે છે?” તે પછી સંદેશવાહક માત્ર આટલું જ બોલ્યો: “હવે મને ખબર પડી કે આ બધાં કાર્યોને લીધે અને મારી સલાહ નહિ ગણકારવાને લીધે ઈશ્વરે તારો વિનાશ કરવાનો નિર્ણય કર્યો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રજાએ તેને કહ્યું, “શું અમે તેને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર; તું શા માટે હાથે કરીને મોત માગે છે?” ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, “હું જાણું છું કે ઈશ્વરે તમારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે; કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. ને મારી શિખામણ સાંભળતા નથી.” એમ બોલીને તે છાનો રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ રાજાએ ગુસ્સે થઇને કહ્યું, “મેં તારી સલાહ ક્યાં માંગી છે? ચૂપ રહે, નહિ તો હું તને મારી નાખીશ.” પ્રબોધકે જતાં જતાં ચેતવણી આપી, “હું જાણું છું કે, દેવે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે કારણકે તેઁ આ મૂર્તિઓની પૂજા કરી છે, અને મારી સલાહ માની નથી.”