2 Chronicles 25:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું કે, "આવો, આપણે યુદ્ધમાં સામસામા લડીએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાના રાજા અમાસ્યા અને તેના સલાહકારોએ ઇઝરાયલ વિરુદ્ધ કાવતરું ઘડયું. પછી તેણે યેહુના પૌત્ર અને યહોઆહાઝના પુત્ર ઇઝરાયલના રાજા યોઆશને યુદ્ધનો પડકાર ફેંક્તો સંદેશો મોકલ્યો. “ચાલ, મારી સામે આવી જા!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યહૂદિયાના રાજા અમાસ્યાએ સલાહ લઈને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશની પાસે ખેપિયા મોકલી કહાવ્યું, “આવો આપણે સામસામા આવીને લડીએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલી કહેવડાવ્યું કે, “ચાલો, આપણે મોઢા મોઢ મળીએ.”