2 Chronicles 25:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદાના રાજાને પ્રતિઉત્તર મોકલ્યો કે, "લબાનોન પરના એક ઉટકંટાએ લબાનોનમાંના દેવદાર વૃક્ષને સંદેશો મોકલ્યો, 'મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કર.' પણ લબાનોનના એક વન્ય પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા ઉટકંટાને પોતાના પગ તળે કચડી નાખ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યાને પ્રત્યુત્તર પાઠવ્યો: “એકવાર લબાનોનના પહાડીપ્રદેશમાં એક ઝાંખરાએ ગંધતરુના વૃક્ષને સંદેશો મોકલ્યો, ‘તારી પુત્રીને મારા પુત્ર સાથે પરણાવ. એવામાં ત્યાં થઈને એક જંગલી જાનવર પસાર થયું અને તેણે પેલા ઝાંખરાને કચડી નાખ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યાની પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “લબાનોન પરના ઉટકંટાએ લબાનોનમાંના એરેજવૃક્ષ પર સંદેશો મોકલીને કહાવ્યું કે, ‘તારી દીકરી મારા દીકરાની સાથે પરણાવ, ’ એવામાં લબાનોનનું એક વનપશુ ત્યાં થઈને જતું હતું તેણે પેલા ઉટકંટાને ખૂંદી નાખ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ઇસ્રાએલના રાજા યહોઆશે (યોઆશે) એમ કહીને વળતો જવાબ મોકલ્યો કે, “લબાનોનના એક નાનકડાં જાંખરાએ લબાનોનના દેવદારને સંદેશો મોકલ્યો, ‘મારા પુત્ર સાથે તારી પુત્રી પરણાવ.’ પણ લબાનોનના એક જંગલી પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા જાંખરાને પોતાના પગ તળે કચડી નાંખ્યુ.