2 Chronicles 25:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું કહે છે, 'જો, મેં અદોમને માર્યો છે' અને તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તારી જીતમાં તું ઘણો અભિમાની થયો છે, પણ તું તારે ઘરે રહે કેમ કે તારું પોતાનું નુકસાન તારે શા માટે વહોરી લેવું જોઈએ કે જેથી તારી સાથે યહૂદિયાના લોકો પણ માર્યા જાય?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમાસ્યા, અદોમીઓને હરાવ્યા હોવાથી હવે તું બડાઈ હાંકે છે! છાનો માનો બેસી રહે ને! તું શા માટે તારી તથા તારા લોકોની પાયમાલી નોતરે છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું કહે છે કે, ‘જો મેં અદોમને માર્યો છે.’ અને એથી તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તું તારે ઘેર જ રહે. પંચાત ઊભી કરીને તારે પોતાનું નુકસાન શા માટે વહોરી લેવું જોઈએ કે, જેથી તું તથા તારી સાથે યહૂદિયા પણ માર્યા જાઓ?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
‘મેં અદોમ સર કર્યુ છે’ એમ તું કહે છે, અને તેથી તારું મગજ ફાટી ગયું છે. અદોમ ઉપર વિજય મળવાથી તું ઘણો અભિમાની થઇ ગયો છે, પણ મારી સલાહ છે કે, તું તારે ઘેર રહે અને મારી સાથે યુદ્ધ કરીશ નહિ, રખેને તું અને સમગ્ર યહૂદા ભારે નુકશાન વહોરી લો.”