2 Chronicles 25:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ઈશ્વરના સભાસ્થાનમાંથી બધું સોનુંચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં તે, રાજાના મહેલમાંથી કિંમતી વસ્તુઓ લઈ લીધી તે તથા ઓબેદ-અદોમના કુટુંબને તથા થોડા કેદીઓને લઈને સમરુન પાછો ફર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, પ્રભુના મંદિરમાંનું સઘળું સોનુંચાંદી, ઓબેદ- અદોમના વંશજોના સંરક્ષણ હેઠળ રહેતી મંદિરની સાધનસામગ્રી અને રાજમહેલના ભંડારોની સંપત્તિ એ બધું લૂંટી લઈ પાછો સમરૂન જતો રહ્યો. તે પોતાની સાથે કેટલાકને બાનમાં પણ પકડી ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી ઈશ્વરના મંદિરમાં જે બધું સોનુંરૂપું તથા જે સર્વ પાત્રો મળી આવ્યાં તે, તથા રાજાના મહેલની દોલત, મળી ઓબેદ-અદોમનાં કુટુંબને તથા બીજા કેદીઓને લઈને તે સમરુનમાં પાછો ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી દેવના મંદિરમાંથી જે બધું સોનું-ચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં, તે લઇને તે સમરૂન પાછો ફર્યો. આ બધી વસ્તુઓ ઓબેદ-એદોમના તાબામાં હતી-તે રાજાના મહેલમાંથી પણ સંપત્તિ લઇ આવ્યો હતો અને થોડા કેદીઓને પણ સમરૂન પાછા લાવ્યો હતો.