2 Chronicles 25:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે અમાસ્યા ઈશ્વરનું અનુકરણ ન કરતાં અલગ માર્ગ તરફ વળ્યો, તે સમયથી યરુશાલેમમાં લોકોએ તેની વિરુદ્ધમાં બંડ કર્યુ. તેથી તે લાખીશ નાસી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને ત્યાં તેને મારી નાખવામાં આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પ્રભુની વિરુદ્ધ બંડ પોકાર્યું ત્યારથી યરુશાલેમમાં તેની વિરુદ્ધ કોઈને કોઈ કાવતરું ઘડાતું. છેવટે તે લાખીશ નગરમાં નાસી ગયો, પણ તેના શત્રુઓએ તેનો પીછો કર્યો અને તેને મારી નાખ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમાસ્યા યહોવાનું અનુકરણ ન કરતાં અવળે માર્ગે ચાલવા લાગ્યો તે સમયથી યરુશાલેમમાં તેની વિરુદ્ધ લોકોએ બંડ મચાવ્યું; તથી તે લાખીશ નાસી ગયો; પણ તેની પાછળ લાખીશમાં માણસ મોકલીને તેઓએ તેને ત્યાં મારી નંખાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમાસ્યા યહોવાનું અનુકરણ ન કરતાં અવળે માર્ગે ચાલવા લાગ્યો તે સમયથી યરૂશાલેમમાં લોકોએ તેની વિરૂદ્ધ બંડ કર્યુ. તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને તેને ત્યાં જ ઠાર કરવામાં આવ્યો.