2 Chronicles 25:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યાં નહિ, પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું, એમાં ઈશ્વરે એવી આજ્ઞા આપી હતી, "બાળકોના કારણે પિતાઓને મારી નાખવાં નહિ, તેમ જ પિતાઓને કારણે બાળકોને મારી નાખવા નહિ. તેના બદલે, દરેક વ્યક્તિ પોતાનાં જ પાપનાં કારણે માર્યો જાય."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કે તેણે તેમનાં સંતાનોને મારી નાખ્યાં નહિ પણ મોશેના નિયમશાસ્ત્રમાં આપેલા પ્રભુના આ ફરમાનનું અનુસરણ કર્યું: “સંતાનોના ગુના માટે માબાપને અથવા માબાપના ગુના માટે સંતાનોને મારી નાખવાં નહિ; પ્રત્યેક જણ માત્ર પોતે કરેલા પાપને લીધે જ માર્યો જાય.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેણે તેઓનાં છોકરાંને મારી નાખ્યાં નહિ; પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું. એમાં યહોવાએ એવી આજ્ઞા આપી હતી કે, “છોકરાંને લીધે પિતાઓને મારી નાખવા નહિ; તેમ જ પિતાઓને લીધે છોકરાંને મારી નાખવાં નહિ; પણ દરેક માણસ પોતાના જ પાપને લીધે માર્યો જાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કે તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યા નહિ, મૂસાના નિયમમાં લખેલી દેવની આજ્ઞાને તે આધીન થયો, “બાળકોના પાપોને કારણે પિતા માર્યા ન જાય, અને પિતાના પાપોને કારણે બાળકો માર્યા ન જાય, પ્રત્યેક પોતાનાં પાપની શિક્ષા ભોગવે છે.”