2 Chronicles 26:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉઝિયા રાજા પોતાના મરણના દિવસ સુધી કુષ્ટરોગી રહ્યો. તેને કારણે તેને અલગ ખંડમાં રહેવું પડ્યું હતું. તેને ઈશ્વરના ઘરમાં આવવાથી વંચિત રાખવામાં આવ્યો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉઝિયા રાજા તેના બાકીના જીવન દરમ્યાન તેના કોઢના રોગને કારણે વિધિગત રીતે અશુદ્ધ રહ્યો. પ્રભુના મંદિરમાં તે પ્રવેશી શકે તેમ ન હોવાથી તે તેના પોતાના જુદા ઘરમાં રહ્યો. પોતાની સર્વ ફરજથી તે મુક્ત થયો અને તેનો પુત્ર યોથામ રાજકારભાર ચલાવતો અને દેશના લોકોનો ન્યાય ચૂકવતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉઝિયા રાજા જીવ્યો ત્યાં સુધી કોઢિયો રહ્યો. તે કોઢિયો હોવાથી એક અલાહિદા ઘરમાં રહેતો હતો, અને તે યહોવાના મંદિરમાં આવવાથી બાતલ કરાયો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પોતાના મૃત્યુ સુધી ઉઝિઝયા કોઢી જ રહ્યો અને એકાંતવાસમાં જીવ્યો. તે મંદિરથી અને પોતાના લોકોથી અલગ કરાયેલો હતો. તેના પુત્ર યોથામે રાજાનો વહીવટ સંભાળી લીધો અને દેશના લોકોનો ન્યાય કરવાનું કામ કર્યુ.