2 Chronicles 26:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઝખાર્યાએ તેને ઈશ્વર વિશેનું શિક્ષણ આપ્યું હતું અને તેની હયાતીમાં ઉઝિયા ઈશ્વરની આરાધના કરતો હતો. જેમ જેમ તે ઈશ્વરના માર્ગે ચાલતો ગયો તેમ તેમ ઈશ્વરે તેને સમૃદ્ધિ આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનો ધાર્મિક સલાહકાર ઝખાર્યા પોતે જીવ્યો ત્યાં સુધી તેણે તેને ઈશ્વરની નિષ્ઠાપૂર્વક ઉપાસના કરતાં શીખવ્યું અને જ્યાં સુધી તેણે પ્રભુની ઉપાસના કરી ત્યાં સુધી તેમણે તેને આબાદી બક્ષી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઝખાર્યા, જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું, તેની હયાતીમાં તે ઈશ્વરની ઉપાસના કરતો હતો, અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી ત્યાં સુધી ઈશ્વરે તેને અબાદાની બક્ષી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઝખાર્યાની હયાતીમાં ઉઝિઝયા દેવને પ્રસન્ન કરવા હંમેશા આતુર હતો. ઝખાર્યાએ લોકોને દેવની સેવા કરવાનો સાચો રસ્તો બતાવ્યો હતો. જ્યારે રાજા દેવના માર્ગે ચાલ્યો; ત્યારે દેવે તેને સફળતા આપી.