2 Chronicles 27:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તેણે આમ્મોનીઓના રાજાની સાથે યુદ્ધ કરીને તેઓના ઉપર વિજય મેળવ્યો. તે જ વર્ષે આમ્મોનીઓએ તેને સો તાલંત ચાંદી, દસ હજાર માપ ઘઉં તથા દસ હજાર માપ જવ ખંડણી તરીકે આપ્યાં. આમ્મોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે આમ્મોનીઓ સામે યુદ્ધ કરી તેમને હરાવ્યા. પછી તેણે ત્રણ વર્ષ સુધી આમ્મોનીઓ પાસેથી પ્રતિવર્ષે ત્રણ હજાર ચારસો કિલો ચાંદી, એક હજાર ટન ઘઉં અને એક હજાર ટન જવની ખંડણી લીધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે આમ્મોનીઓના રાજાની સામે લડીને તેઓના ઉપર વિજય મેળવ્યો. આમ્મોનીઓએ તે જ વર્ષે તેને સો તાલંત રૂપું, દશ હજાર માપ ઘઉં તથા દશ હજાર માપ જવ ખંડણી તરીકે આપ્યા આમ્મોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે આમ્મોનીઓના રાજા સાથે યુદ્ધ કરી તેને હરાવ્યો, અને તે વરસે આમ્મોનીઓએ તેને 3,400 કિલો ચાંદી, 10,000 માપ ઘઉં, તથા 10,000 માપ જવ સતત ત્રણ વર્ષ સુધી તેને આપતાં રહ્યાં.