2 Chronicles 28:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેઓને કહ્યું, "તમે આ કેદીઓને અહીં લાવશો નહિ. કેમ કે તમે એવું કરવા ધારો છો જેથી અમે ઈશ્વર આગળ ગુનેગાર ઠરીશું અને અમારા પાપોમાં તથા ઉલ્લંઘનોમાં વધારો થશે. ઈશ્વરનો ઉગ્ર રોષ ઇઝરાયલ ઉપરનો ઝઝૂમી રહ્યો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે કહ્યું, “એ કેદીઓને અહીં આપણા દેશમાં લાવશો નહિ. એમ કરવાથી તો આપણે પ્રભુ સમક્ષ ગુનેગાર ઠરીશું અને આપણાં પાપોમાં વધારો કરીશું. આમેય આપણે પ્રભુ સમક્ષ અપરાધી ઠરી ચૂક્યા છીએ અને ઇઝરાયલ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓને કહ્યું, “તમારે બંદિવાનોને અહીં અંદર ન લાવવા; કેમ કે તમે એવું કામ કરવા ધારો છો કે જેથી આપણા પર યહોવાની આજ્ઞાના ઉલ્લંઘનનો દોષ આવે, નેથી આપણાં પાપમાં તથા ઉલ્લંઘનમાં વૃદ્ધિ થશે; કેમ કે આપણું ઉલ્લંઘન મોટું છે, ને ઇઝરાયલ ઉપર ઉગ્ર કોપ ઝઝૂમી રહેલો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેમને કહ્યું, “તમે આ કેદીઓને અમારા દેશમાં લાવશો નહિ. તમે જે કરવા માંગો છો એથી અમે યહોવા આગળ ગુનેગાર ઠરીશું, અને અમારા પાપોમાં વધારો થશે. આમ પણ અમારા ગુના ઓછા નથી. અને યહોવાનો ભયંકર રોષ ઇસ્રાએલ ઉપર ઝઝૂમે છે.”