2 Chronicles 28:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી જે પુરુષોનાં નામ ઉપર દર્શાવેલાં છે તેઓએ ઊઠીને બંદીવાનોમાંથી જેઓ નિર્વસ્ત્ર હતા તેઓને લૂંટમાંથી વસ્ત્ર પહેરાવ્યાં. તેઓએ તેમને વસ્ત્ર ઉપરાંત પગરખાં તેમ જ ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી તેઓએ તેમના ઘા પર મલમ લગાવ્યો અને જે અશક્ત હતા તેઓને ગધેડા પર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઈ ગયા. પછી તેઓ સમરુનમાં પાછા ફર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ઉપર જેમનાં નામ દર્શાવ્યાં છે તે ચાર માણસોએ કેદીઓની રાહતની કામગીરી ઉપાડી લીધી. તેમણે નવસ્ત્રા કેદીઓને લૂંટમાંથી વસ્ત્રો અને પગરખાં પહેરવા આપ્યાં; ખાવાપીવાનું આપ્યું અને તેમના ઘા પર ઓલિવ તેલ લગાવ્યું. વળી, તેમણે અશક્ત માણસોને ગધેડાં ઉપર બેસાડયા અને સર્વ કેદીઓને યહૂદિયાની સીમામાં ખજૂરીના નગર યરીખો મૂકી આવ્યા. પછી ઇઝરાયલીઓ સમરૂનમાં પાછા ફર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી જે પુરુષોનાં નામો ઉપર આપેલાં છે, તેઓએ ઊઠીને બંદીવાનોમાંથી જેઓ નવસ્ત્ર હતા તેઓને લૂટમાંથી વસ્ત્ર લઈને પહેરાવ્યાં, તેઓને ખાવાનું તથા પીવાનું પણ આપ્યું, તેઓને અંગે તેલ ચોળ્યું, ને તેમાંના સર્વ નબળાઓને ગધેડાં ઉપર બેસાડીને તેઓને તેઓના ભાઈઓની પાસે ખજૂરીઓના નગર યરીખોમાં લાવ્યા. ત્યાર પછી તેઓ સમરુનમાં પાછા ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી અગાઉ જણાવેલ ચાર આગેવાનોએ લૂંટમાંથી કપડાં લઇને બંદીવાનોમાંથી જે સ્ત્રીઓ અને બાળકોને જરૂર હતી, તેઓને તે પ્રમાણે વહેંચી આપ્યા, તેમજ પગરખાં, ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી જેઓ બીમાર અને વૃદ્ધ હતા તેઓને ગધેડા ઉપર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઇ ગયા. પછી બંદીવાનો સાથે ગયેલી ટૂકડી સમરૂન પાછી ફરી.