2 Chronicles 29:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ રાજ્યને માટે, પવિત્રસ્થાનને માટે તથા યહૂદિયાના લોકો માટે પાપાર્થાર્પણને માટે સાત બળદ, સાત ઘેટાં, સાત હલવાન તથા સાત બકરા લાવ્યા. હિઝકિયાએ હારુનના દીકરાઓને, એટલે યાજકોને, ઈશ્વરની વેદી પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજવંશના કુટુંબનાં અને યહૂદિયાના લોકોનાં પાપ દૂર કરવા અને પ્રભુના મંદિરને શુદ્ધ કરવા બલિદાન અર્થે તેમણે સાત આખલા, સાત ઘેટા, સાત હલવાન અને સાત બકરા લીધા. રાજાએ આરોનવંશી યજ્ઞકારોને વેદી પર બલિદાન ચડાવવા કહ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ રાજ્યને માટે, પવિત્રસ્થાનને માટે તથા યહૂદિયાના લોકોને માટે પાપાર્થાર્પણને માટે સાત ગોધા, સાત ઘેટાં, સાત હલવાન તથા સાત બકરા લાવ્યા. અને તેણે હારુનના પુત્રોને, એટલે યાજકોને, યહોવાની વેદી પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ લોકો સાત બળદ, સાત મેંઢા અને સાત ઘેટા, સાત નર બકરાંને રાજ્યને માટે, પવિત્રસ્થાન માટે અને યહૂદા માટે પાપાર્થાપણ તરીકે લઇ આવ્યા અને રાજાએ હારુનના વંશજોને અર્થાત્ યાજકોને યહોવાની વેદી ઉપર બલિદાન અર્પણ કરવા જણાવ્યું.