2 Chronicles 29:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓએ બળદોને મારી નાખ્યા અને યાજકોએ તેમનું લોહી વેદી પર છાંટ્યું. તેઓએ ઘેટાંઓને મારી નાખીને તેમનું લોહી પણ વેદી પર છાંટ્યું; તેઓએ હલવાનને મારીને તેમનું લોહી પણ વેદી ઉપર છાંટ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકારોએ પ્રથમ આખલા, પછી ઘેટાં અને પછી હલવાન કાપ્યાં અને પ્રત્યેક બલિના રક્તનો વેદી પર છંટકાવ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તેઓએ ગોધા કાપ્યા, ને યાજકોએ તેમનું રક્ત વેદી પર છાંટ્યું; તેઓએ ઘેટા કાપીને તેમનું લોહી વેદી પર છાંટ્યું; તેઓએ હલવાનો પણ કાપીને તેમનું રક્ત વેદી પર છાંટ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી યાજકોએ બળદોને વધેર્યા અને તેમનું લોહી વેદી પર છાંટયું. ત્યારબાદ તેણે ઘેટાંઓને વધેર્યા અને તેનું લોહી વેદી પર છાંટયું. પછી નર બકરાઁ વધેરી તેમનું લોહી વેદી ઉપર છાંટયું.