2 Chronicles 30:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર બાદ યાજકો અને લેવીઓએ ઊભા થઈને આશીર્વાદ આપ્યાં. તેઓનો અવાજ અને તેઓની પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં-સ્વર્ગમાં સાંભળવામાં આવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકારો અને લેવીઓએ લોકો પર પ્રભુનો આશીર્વાદ માગ્યો. પ્રભુએ પોતાના નિવાસસ્થાન આકાશમાંથી તેમની પ્રાર્થનાઓ સાંભળીને સ્વીકારી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી લેવી યાજકોએ ઊઠીને લોકને મોટેથી આશીર્વાદ આપ્યો. અને તેઓની વાણી તથા પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં, એટલે આકાશમાં, સાંભળવામાં આવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ યાજકો અને લેવીઓએ ઊભા થઇ આશીર્વાદ આપ્યા, તેમનો અવાજ દેવના પવિત્ર નિવાસમાં-સ્વર્ગમાં પહોંચ્યો અને દેવે તેમની પ્રાર્થના સ્વીકારી.