2 Chronicles 30:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તમે ખરા અંત:કરણથી ઈશ્વર તરફ પાછા વળશો તો તમારા ભાઈઓ અને તમારા પુત્રો તેમને પકડીને લઈ જનારાની નજરમાં કૃપા પામશે. તેઓ પાછા આ દેશમાં આવી શકશે, કારણ, તમારો ઈશ્વર કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા ફરશો તો તેઓ તમારાથી કદી મુખ નહિ ફેરવે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે પ્રભુ તરફ પાછા ફરશો તો તમારા સગાંસંબંધીઓને કેદીઓ તરીકે લઈ જનાર તેમની દયા ખાશે અને તેમને પાછા ઘેર મોકલી દેશે. તમારા ઈશ્વર પ્રભુ દયાળુ અને કૃપાવંત છે, અને તમે તેમની પાસે પાછા ફરશો, તો તે તમારો સ્વીકાર કરશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જો તમે યહોવાની તરફ પાછા ફરશો, તો તમારા ભાઈઓ તથા તમારાં છોકરાં તેમને પકડી લઈ જનારાંઓની નજરમાં કૃપા પામશે, ને તેઓ આ દેશમાં પાછા આવશે; કેમ કે તમારા ઈશ્વર યહોવા કૃપાળુ તથા દયાળું છે, ને જો તમે તેમની પાસે પાછા આવો, તો તે પોતાનું મુખ તમારી તરફથી અવળું નહિ ફેરવે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તમે સાચા દિલથી યહોવા તરફ પાછા વળશો તો, તમારા દેશબંધુઓ અને તમારા પુત્રો ઉપર તેમને બાન પકડનારાઓ દયા કરશે અને તેઓ પાછા આ ભૂમિમાં આવી શકશે, કારણ, તમારો દેવ યહોવા કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા વળશો તો, એ તમારાથી વિમુખ નહિ રહે.”