2 Chronicles 31:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહિયેલ, અઝાઝ્યા, નાહાથ, અસાહેલ, યરીમોથ, યોઝાબાદ, અલિયેલ, યિસ્માખ્યા, માહાથ તથા બનાયા, તેઓ રાજા હિઝકિયાના અને ઈશ્વરના ઘરના કારભારી અઝાર્યાના હુકમથી કોનાન્યા તથા તેના ભાઈ શિમઈના હાથ નીચે નિમાયેલા મુકાદમ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના હાથ નીચે કામ કરવા યહિયેલ, અઝાઝયા, નાહાથ, આસાહેલ, યરીમોથ, યોઝાબાદ, એલિયેલ, ઈશ્માલ્યા, માહાથ અને બનાયા એ દસ લેવીઓને રાખ્યા. હિઝકિયા રાજા અને પ્રમુખ યજ્ઞકાર અઝાર્યાની સત્તાની રુએ એ નિમણૂંકો કરવામાં આવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહીએલ, અઝાઝ્યા, નાહાથ, અસાહેલ, યરીમોથ, યોઝાબાદ, અલીએલ, યિસ્માખ્યા, માહાથ તથા બનાયા. તેઓ રાજા હિઝકિયાના અને ઈશ્વરના મંદિરના કારભારી અઝાર્યાના હુકમથી કોનાન્યા તથા તેના ભાઈ શિમઈના હાથ નીચે મુકાદમ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા હિઝિક્યાએ અને મંદિરના મુખ્ય કારભારી અઝાર્યાએ કોનાન્યાના અને તેના ભાઇ શિમઇના હાથ નીચે કામ કરવા યહીએલ, અઝાઝયા, નાહાથ, અસાહેલ યરીમોથ, યોઝાબાદ, અલીએલ, યિસ્માખ્યા, માહાથ, અને બનાયાની નિમણૂંક કરી.