2 Chronicles 31:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના હાથ નીચે એદેન, મિનિયામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા તથા શખાન્યાને, યાજકોના નગરોમાં નીમવામાં આવ્યા હતા. નગરોમાં સર્વ કુટુંબોના જુવાનોને તથા વૃધ્ધોને દાનનો હિસ્સો વહેંચી આપવાની જવાબદારી તેઓની હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકારોની વસાહતનાં નગરોમાં કોરેને તેના એ કાર્યમાં મદદ કરનાર લેવીઓમાં એદેન, મિન્યામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા અને શકન્યા હતા. તેઓ નાના કે મોટા સર્વ સાથી લેવીઓને તેમની સેવાના જૂથ પ્રમાણે ખોરાક વહેંચી આપતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના હાથ નીચે એદેન, મિનિયામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા તથા સખાન્યા, એમને પોતાના ભાઈઓને, મોટાને તેમ નાનાને, તેમના વર્ગો પ્રમાણે વહેંચી આપવા માટે યાજકોનાં નગરોમાં નીમ્યા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એદેન, મિનિયામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા અને સખાન્યાએ કોરેને મદદ કરી, યાજકોના નગરોમાં તેઓ રહ્યાં અને નાના મોટા સર્વ લેવીબંધુઓને તેમના વર્ગ અનુસાર તેમના ભાગની ફાળવણી કરતા હતા.