2 Chronicles 31:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ સિવાય પુરુષોની વંશાવળીથી ગણાયેલા ત્રણ વર્ષના તથા તેથી વધારે વયના પુરુષો, જેઓ પોતપોતાનાં વર્ગો પ્રમાણે તેમને સોંપાયેલાં કામોમાં સેવા કરવા માટે દરરોજના કાર્યક્રમ પ્રમાણે ઈશ્વરના ઘરમાં જતા હતા, તેઓનો તેમાં સમાવેશ થતો ન હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ વહેંચણી તેમની વંશાવળી પ્રમાણે નહોતી. પ્રભુના મંદિરમાં સેવાના જૂથ પ્રમાણે દૈનિક જવાબદારી ઉઠાવનાર ત્રીસ વર્ષ કે તેની વધુ ઉંમરના બધા લેવી પુરુષોને તેમનો હિસ્સો મળતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ સિવાય પુરુષોની વંશાવળીથી ગણાયેલા ત્રણ વર્ષના તથા તેથી વધારે વયના પુરુષો, જેઓ પોતપોતાના વર્ગો પ્રમાણે તેમને સોંપાયેલા કામોમાં સેવા કરવા માટે દરરોજના કાર્યક્રમ પ્રમાણે યહોવાના મંદિરમાં જતા હતા, તે તો જુદા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગમે તે કુળના હોય તો પણ, જે કાંઇ યહોવાના મંદિરમાં આવતું તે બધા લોકોમાં કે જે 3 વર્ષ અને તેનાથી ઉપરની ઉંમરના હોય કે જે મંદિરમાં કામ કરવા માટે તેમની જવાબદારી નિભાવવા આવ્યા હોય તેમના વર્ગ અનુસાર ભાગ વહેંચવામાં આવતો હતો.