2 Chronicles 31:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓની વંશાવળી પરથી તેઓના પૂર્વજોનાં કુટુંબો પ્રમાણે યાજકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે તેઓને સોંપાયેલા કામ પર હાજર રહેનાર વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના ગણવામાં આવ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકારોને તેમના ગોત્ર પ્રમાણે ફરજ સોંપાઈ હતી, જ્યારે વીસ વર્ષ કે તેથી વધારે ઉંમરના લેવીઓને તેમનાં સેવાકાર્યોનાં જૂથ પ્રમાણે ફરજ સોંપાઈ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓની વંશાવળી ઉપરથી તેઓના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે યાજકોની ટીપ તૈયાર કરવામાં આવી. અને લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે તેઓને સોંપાયેલા કામ પર હાજર રહેનાર વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના ગણવામાં આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકોની નોંધણી કુટુંબવાર કરવામાં આવી હતી. જ્યારે વીસ વર્ષના અને તેથી વધુ ઉંમરના લેવીઓની નોંધણી તેમની ફરજો અને દરજ્જા વાર કરવામાં આવી હતી.