2 Chronicles 31:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ઉપરાંત તેણે યરુશાલેમના લોકોને આજ્ઞા કરી કે તેઓ પોતાની ઊપજનો થોડો ભાગ યાજકોને તથા લેવીઓને આપે, કે જેથી તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રને પાળવાને પોતાને પવિત્ર કરી શકે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વિશેષમાં રાજાએ યરુશાલેમના લોકોને યજ્ઞકારો અને લેવીઓ માટે ઠરાવેલ અર્પણો લાવવા જણાવ્યું; જેથી તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે સેવાની સર્વ કામગીરી માટે સમય આપી શકે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ઉપરાંત તેણે યાજકોનો તથા લેવીઓનો ભાગ તેમને આપવાની યરુશાલેમમાં રહેનારા લોકને આજ્ઞા કરી, જેથી તેઓ યહોવાના નિયમ પ્રમાણે [મંદિરની] સેવામાં મંડ્યા રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી તેણે યરૂશાલેમના લોકોને આજ્ઞા કરી કે તેઓ પોતાની ઉપજનો થોડો ભાગ યાજકો તથા લેવીઓ પાસે લાવે, જેથી તેઓ દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે પોતાને સંપૂર્ણ સમય આપી શકે.