2 Chronicles 32:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યરુશાલેમના જે લોકો કોટ ઉપર ઊભેલા હતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય અને ડરી જાય કે જેથી તેઓ નગરને કબજે કરી શકે તે માટે તેઓએ તેઓને યહૂદી ભાષામાં મોટા અવાજથી ધમકી આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નગરના કોટ પરના યરુશાલેમના લોકોને ડરાવવા અને તેમને હતાશ કરવા અમલદારોએ હિબ્રૂમાં મોટે અવાજે એ કહ્યું, કે જેથી શહેરનો કબજો મેળવવામાં સરળતા રહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરુશાલેમના જે લોક કોટ ઉપર ઉભેલા હતા તેઓ બીકથી ગભરાઈ જાય, અને પોતે નગર સર કરી શકે, માટે તેઓની સામે તેઓ યહૂદી ભાષામાં બરાડા પાડીને બોલ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સંદેશવાહકોએ જેમણે પત્ર વાંચ્યા તેમણે નગરની દિવાલ પર એકઠાં થયેલાં લોકોને યહૂદીભાષામાં મોટે અવાજે ધમકીઓ આપીને તેઓને ડરાવીને યરૂશાલેમને કબ્જે કરવા પ્રયત્નો કર્યા.