2 Chronicles 32:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આવું થવાથી હિઝકિયા પોતાનો ગર્વ છોડીને છેક દીન થઈ ગયો. યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પણ રાજાની માફક નમ્ર થયા. તેથી હિઝકિયાના જીવનકાળ દરમિયાન ઈશ્વરનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ હિઝકિયા અને યરુશાલેમના લોકો નમ્ર થઈ ગયા અને તેથી હિઝકિયા મરણ પામ્યો ત્યાં સુધી પ્રભુએ તેમને શિક્ષા કરી નહીં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે હિઝકિયા પોતાનું અભિમાન છોડીને છેક દીન બની ગયો, એટલે તેના પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર યહોવાનો કોપ હિઝકિયાના સમયમાં આવ્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે તેનો ગર્વ ગળી ગયો અને તેણે અને યહૂદા અને યરૂશાલેમના વતનીઓએ પણ ભૂલ કબૂલ કરી. આથી હિઝિક્યાના જીવન દરમ્યાન યહોવાનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.