2 Chronicles 34:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માણસો વિશ્વાસુપણે કામ કરતા હતા. મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા તથા કહાથીઓના પુત્રોમાંના ઝખાર્યા અને મશુલ્લામ તેઓના પર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જેઓ કુશળ સંગીતકાર હતા તેઓ પણ કામદારોને નિર્દેશ કરતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કામ કરનાર માણસો પૂરેપૂરા પ્રામાણિક હતા. મરારીના ગોત્રના યાહાથ અને ઓબાદ્યા અને કહાથના ગોત્રના ઝખાર્યા અને મશુલ્લામ એ લેવીઓ તેમના કામ પર દેખરેખ રાખતા હતા. (બધા લેવીઓ નિપુણ સંગીતકારો હતા).
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માણસોએ પ્રામાણિકપણે તે કામ કર્યું; મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ તથા ઓબાદ્યા તેઓના મુકાદમો હતા. કહાથીઓના પુત્રોમાંના ઝખાર્યા તથા મશુલ્લામ કામ ચલાવનાર હતા; તથા બીજા લેવીઓ પણ હતા, જેઓ વાજિંત્ર વગાડવામાં પ્રવીણ હતા, તે સર્વ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ માણસો પ્રામાણિકતાથી કામ કરતા હતા. મરારીના કુટુંબના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા અને કહાથના કુટુંબના ઝખાર્યા અને મશુલ્લામ તેમના ઉપર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જે કુશળ સંગીતકાર હતા.