2 Chronicles 34:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ લેવીઓ ભાર ઊંચકનારાઓ તેમ જ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ દેખરેખ રાખતા હતા. વળી કેટલાક લેવીઓ સચિવ, કારભારીઓ અને દ્વારપાળો તરીકે ફરજ બજાવતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજા લેવીઓ માલસામાનની હેરફેર પર અને જુદા જુદા કામના કારીગરો પર દેખરેખ રાખનાર હતા. તો કેટલાક લેવીઓ લહિયા, નોંધણીકારો કે મંદિરના સંરક્ષકો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ ભાર ઊંચકનારાઓના ઉપરી હતાં ને દરેક પ્રકારની સેવામાં કામ કરવારાઓ ઉપર તેઓ મુકાદમી કરતા હતા. વળી કેટલાક લેવીઓ લહિયા, કારભારીઓ તથા દ્વારપાળો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભાર ઊંચકનારાઓના તેમજ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ તેઓ જ નજર રાખતા હતા. કેટલાક લહિયા, કારભારીઓ અને દ્વારપાળો તરીકે કામ કરતા હતા.