2 Chronicles 34:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી હિલ્કિયા અને રાજાએ જે માણસોને આજ્ઞા આપી હતી તે સર્વ પોશાકખાતાના ઉપરી, હાસ્રાનના પુત્ર, તોક્હાથના પુત્ર, શાલ્લુમની પત્ની હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. તે તો યરુશાલેમના બીજા વિભાગમાં રહેતી હતી. તેઓએ તેની સાથે આ રીતે વાત કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાનો હુકમ થવાથી હિલકિયા અને બીજા માણસો હુલ્દા નામે એક સ્ત્રીને મળવા ગયા. તે સંદેશવાહિકા હતી અને યરુશાલેમના નવા વિસ્તારમાં રહેતી હતી. તેનો પતિ એટલે, હાસ્રાનો પૌત્ર અને તિકવાનો પુત્ર સાલ્લુમ મંદિરમાં ઝભ્ભાઓની જવાબદારી સંભાળતો હતો. તેમણે હુલ્દાને બધી વાત કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે હિલ્કિયા તથા જેઓને રાજાએ આજ્ઞા કરી હતી તેઓ, પોષાકખાતાના ઉપરી હાસ્રાના પુત્ર તોકહાથના પુત્ર શાલ્લુમની સ્ત્રી હુલ્દા પ્રબોધિકા પાસે ગયા (તે તો યરુશાલેમમાં બીજા મહોલ્લામાં રહેતી હતી); તેઓએ તેની સાથે ઉપર જણાવેલી બાબત વિષે વાત કરી,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ માણસો હુલ્દાહ પ્રબોધિકા પાસે ગયા અને રાજાની મુશ્કેલી જણાવી. હુલ્દાહ પ્રબોધિકા શાલ્લુમની પત્ની હતી. હાસ્રાહના પુત્ર તોકહાથનો પુત્ર શાલ્લુમ રાજાના વસ્ત્રભંડારનો ઉપરી હતો. હુલ્દાહ યરૂશાલેમનાં નવા ભાગમાં રહેતી હતી.