2 Chronicles 34:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'જો, હું આ જગ્યા અને તેના રહેવાસીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તું તારી નજરે જોઈશ નહિ, તે પહેલાં તું તારા પિતૃઓ સાથે ઊંઘી જશે અને શાંતિથી કબરમાં જશે.'"'" આ જવાબ લઈને તેઓ રાજા પાસે પાછા ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને યરુશાલેમ પર હું જે શિક્ષા લાવનાર છું તે તારા મરણ પછી જ આવશે, અને તે તારે જોવી પડશે નહિ. તું પોતે તો શાંતિપૂર્વક મૃત્યુ પામીશ.” પેલા માણસો એ સંદેશ લઈને યોશિયા રાજા પાસે પાછા ફર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તને તારા પિતૃઓ ભેગો કરીશ, તું તારી કબરમાં શાતિથી મુકાશે, ને આ જગા ઉપર તથા તેના રહેવાસીઓ ઉપર જે આપત્તિ હું લાવીશ તે તું જોશે નહિ.’ તેઓએ પાછા આવીને આ વાત રાજાને કહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું આ જગ્યા અને તેના વતનીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તારે નજરે જોવી નહિ પડે, તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઇ જશે અને શાંતિથી કબરમાં જશે.’” આ જવાબ લઇને તેઓ રાજા પાસે ગયા.