2 Chronicles 34:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રાજાએ, યહૂદિયાના સર્વ માણસો તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, લેવીઓ અને નાનામોટાં સર્વ લોકોને પોતાની સાથે ઘરમાં એકત્ર કર્યા. રાજાએ તેઓને સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને યજ્ઞકારો, લેવીઓ તથા બાકીના ગરીબ તવંગર બધા લોકો સાથે તેઓ પ્રભુના મંદિરે ગયા. રાજાએ સૌની આગળ પ્રભુના મંદિરમાંથી જડી આવેલ કરારનું સમગ્ર પુસ્તક મોટેથી વાંચ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજા તથા યહૂદિયાના સર્વ માણસો, યરુશાલેમના રહેવાસીઓ, યાજકો, લેવીઓ તથા નાનામોટા તમામ લોકો યહોવાના મંદિરમાં ચઢી ગયા; અને કરારનું જે પુસ્તક યહોવાના મંદિરમાંથી મળ્યું હતું તેના સર્વ વચનો તેણે તેઓને વાંચી સંભળાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે યાજકો, લેવીઓ અને નાનામોટા સર્વ લોકોને પોતાની સાથે મંદિરમાં એકત્ર કર્યા. રાજાએ મંદિરમાંથી મળી આવેલા કરારનાં પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યા.