2 Chronicles 34:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોકોએ તેની આગળ બાલીમની વેદીઓ તોડી પાડી; જે સૂર્યમૂર્તિઓ ઉચ્ચસ્થાનો પર હતી તેઓને તેણે કાપી નાખી. તેણે અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા તેઓની કબરો પર તે ભૂકો વેર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના માણસોએ બઆલની ભક્તિ કરવાની વેદીઓને અને તેની પાસેની ધૂપવેદીઓને ભાંગી નાખી. તેમણે અશેરાની પ્રતિમાઓ અને અન્ય કોતરેલી કે ઢાળેલી બધી મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો અને એ ભૂક્કો એમને બલિદાન ચડાવનાર લોકોની કબરો પર વેરી દીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લોકોએ તેની સમક્ષ બાલીમની વેદીઓ તોડી પાડી; જે સૂર્યમૂર્તિઓ તેઓના ઉપર હતી તેઓને તેણે કાપી નાખી. અશેરીમ [મૂર્તિઓ], કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો તેણે ભાંગીને ભૂકો કરી નાખ્યો, અને તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા [તેઓની] કબરો પર તે [ભૂકો] વેર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે પોતાની દેખરેખ નીચે બઆલદેવની વેદીઓ ભાંગી નંખાવી અને તેની પાસેની ધૂપની વેદીઓ તોડી પડાવી. અને કોતરેલી અને ઢાળેલી અશેરાદેવીની અને બીજી બધી મૂર્તિઓ ભંગાવી નંખાવી. તેણે તેમનો દળીને ભૂકો કરાવી તેને તેઓની કબર ઉપર ભભરાવ્યો જેઓ આ મૂર્તિઓને બલિ ચઢાવતાં હતાં.