2 Chronicles 34:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે ગયા અને જે પૈસા ઈશ્વરના ઘરમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશ્શા, એફ્રાઇમ તથા ઇઝરાયલના જે બાકી રહેલા હતાં તેમની પાસેથી તથા યહૂદિયા, બિન્યામીન તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી, ઉઘરાવેલા હતાં તે દાનના નાણાં તેઓએ તેને સોંપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવી સંરક્ષકોએ એફ્રાઈમ, મનાશ્શા અને ઉત્તરના રાજ્યના બાકીના લોકો પાસેથી તેમ જ યહૂદિયા, બિન્યામીન અને યરુશાલેમના લોકો પાસેથી જે રકમ પ્રભુના મંદિરમાં એકત્ર કરી હતી તે તેમણે મુખ્ય યજ્ઞકાર હિલકિયાને સોંપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે આવ્યા. જે પૈસા ઈશ્વરના મંદિરમાં લોકો લાવ્યા હતા તે, તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશ્શા તથા એફ્રાઈમ પાસેથી, તથા ઇઝરાયલના જે બાકી રહેલા હતા તેમની પાસેથી, તથા યહૂદિયા, બિન્યામીન તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી, ઉઘરાવેલા હતા તે [પૈસા] તેઓએ [તેને] સોંપ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે મુખ્ય યાજક હિલ્કિયા પાસે જઇને દેવના મંદિર માટે ઉઘરાવાયેલી બધી ચાંદી તેને આપી. એ ચાંદી લેવીઓ દ્વારા મનાશ્શા, એફ્રાઇમના દરવાજેથી અને ઇસ્રાએલના બાકીના ભાગમાંથી ઉઘરાવાયેલી હતી, તેમજ યહૂદામાંથી બિન્યામીનના પ્રદેશમાંથી તેમજ યરૂશાલેમના વતનીઓ પાસેથી પણ તેમણે ચાંદી ઉઘરાવી હતી.