2 Chronicles 35:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં. તેઓ પવિત્ર અર્પણોને તપેલાંમાં, કઢાઈઓ તથા તાવડાઓમાં બાફીને, તેમને લોકોની પાસે ઉતાવળે લઈ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીઓએ નિયમ મુજબ પાસ્ખાયજ્ઞના બલિ અગ્નિ પર શેક્યા અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઈઓ અને તાવડાઓમાં બાફી નાખી લોકોને ઝટપટ પીરસી દીધાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ કાનૂન પ્રમાણે પાસ્ખાને અગ્નિમાં શેક્યું. તેઓ પવિત્ર અર્પણોને તપેલાંમાં, દેગોમાં તથા કઢાઈઓમાં બાફીને, તેમને લોકોની પાસે જલદી લઈ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાના નિયમોમાં જણાવ્યા પ્રમાણે તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઇઓ અને તાવડાઓમાં ઉકાળી ઝટપટ પ્રજાને પીરસી દીધાં.