2 Chronicles 35:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ અને તેની સાથે લડવા માટે ગુપ્તવેશ ધારણ કરીને ગયો. ઈશ્વરના મુખમાંથી આવેલા નખોનાં વચન તેણે કાન પર લીધાં નહિ અને મગિદ્દોના મેદાનમાં તે યુદ્ધ કરવા ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ યોશિયા લડાઈ લડી લેવા મક્કમ હતો. ઈશ્વર નખો રાજા દ્વારા જે કહેતા હતા તે સાંભળવાનો તેણે નકાર કર્યો અને તે છુપાવેશે મગિદ્દોના મેદાનમાં લડવા ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ હોશિયા પાછો હઠ્યો નહિ, પણ તેની સામે લડવાને ગુપ્ત વેશ ધારણ કરીને ઈશ્વરના મુખમાંથી આવેલા નખોના શબ્દોને ન ગણકારતાં મગિદ્દોના મેદાનમાં તે લડવા આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ. અને તેની સાથે લડવા માટે પોતે વેશપલટો કર્યો. દેવની આજ્ઞાથી ઉચ્ચારાયેલાં નખોના વચન તેણે કાન પર લીધાં નહિ, અને મગિદોના મેદાનમાં તે યુદ્ધે ચડ્યો.