2 Chronicles 35:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના ચાકરો તેને તેના રથમાંથી ઉપાડીને બીજા રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા. ત્યાં તે મરણ પામ્યો. તેને તેના પૂર્વજોની કબરોમાં દફનાવવામાં આવ્યો. સમગ્ર યહૂદિયા તથા યરુશાલેમે તેને માટે વિલાપ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ તેને રથમાંથી ઊંચકીને ત્યાં ઊભેલા બીજા એક રથમાં બેસાડીને યરુશાલેમ લાવ્યા. ત્યાં તે મૃત્યુ પામ્યો, અને તેને તેના પૂર્વજો સાથે રાજવી કબ્રસ્તાનમાં દફનાવ્યો. યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ તેના મરણને લીધે શોક પાળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના ચાકરો તેને તે રથમાંથી કાઢીને પાસેના બીજા રથમાં બેસાડીને યરુશાલેમ લાવ્યા, તે મૃત્યુ પામ્યો, તેને તેના પિતૃઓની કબરોમાં દાટવામાં આવ્યો, ને યહૂદિયા તથા યરુશાલમેના સર્વ લોકોએ તેને માટે શોક કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ તેને તેના રથમાંથી ઉપાડી બીજા રથમાં મૂકી પાછો યરૂશાલેમ લઇ ગયા, ત્યાં તે મૃત્યુ પામ્યો અને તેને પિતૃઓની કબરોમાં દફનાવવામાં આવ્યો, સમગ્ર યહૂદાએ અને યરૂશાલેમે તેનો શોક પાળ્યો.