2 Chronicles 35:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યમિર્યાએ યોશિયા માટે વિલાપ કર્યો; સર્વ ગાનારાઓએ તથા ગાનારીઓએ યોશિયા સંબંધી આજ પર્યંત સુધી વિલાપનાં ગીતો ગાતા રહેલાં છે. ઇઝરાયલમાં આ ગીતો ગાવાનો રિવાજ હતો. આ ગીતો વિલાપના પુસ્તકમાં લખેલાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યર્મિયા સંદેશવાહકે યોશિયા રાજા માટે વિલાપગીત રચ્યું. તેના શોકમાં સ્ત્રી કે પુરુષ ગાયકોમાં આ ગીત ગાવાનો ઇઝરાયલમાં રિવાજ બની ગયો છે. વિલાપના ગીતસંગ્રહમાં એ ગીત છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યર્મિયાએ યોશિયાને માટે વિલાપનું કાવ્ય ગાતાં આવ્યાં છે, કેમ કે ઇઝરાયલમાં એમ કરવાનો નિયમ થયેલો છે, વિલાપ [ના પુસ્તક] માં તે લખેલાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યર્મિયા પ્રબોધકે તથા મંદિરના ગાયકવૃંદે પણ તેના માટે વિલાપ કર્યો. આજ દિવસ સુધી તેના મૃત્યુ વિષે વિલાપના ગીતો ગવાય છે, અને આ ગીતો વિલાપના અધિકૃત પુસ્તકમાં નોંધેલા છે.