2 Chronicles 36:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ઈશ્વરે કાસ્દીઓના રાજાને તેમના ઉપર ચઢાઈ કરવા મોકલ્યો. તેણે પવિત્રસ્થાનમાં તેઓના જુવાન માણસોને મારી નાખ્યા. તેણે યુવાન, યુવતી, વૃદ્ધ કે પ્રૌઢ કોઈનાં પર દયા રાખી નહિ. ઈશ્વરે તેઓ સર્વને તેના હાથમાં સોંપી દીધાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી પ્રભુએ ખાલદીઓના રાજા દ્વારા તેમના પર ચડાઈ કરાવી. તેણે યહૂદિયાના જુવાનોને પ્રભુના મંદિરમાં જ મારી નાખ્યા અને યુવાન કે યુવતી અથવા વૃદ્ધ કે અશક્ત કોઈના પર દયા રાખી નહિ. ઈશ્વરે તેમને સૌને તેના હાથમાં સોંપી દીધા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે પ્રભુએ કાસ્દીઓના રાજાની પાસે તેઓ પર ચઢાઈ કરવી. એણે તેઓના પવિત્રસ્થાનમાં તેઓના જુવાનોને તરવારથી મારી નાખ્યા. યુવાન, યુવતી, પ્રૌઢ કે, વૃદ્ધ પર તેણે દયા રાખી નહિ. [યહોવાએ] તે બધાંને તેના હાથમાં સોંપ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે યહોવાએ બાબિલના રાજાને તેમના ઉપર ચઢાઇ કરવા મોકલ્યો. બાબિલના રાજાએ તેમના યુવાન માણસોને જ્યારે તેઓ મંદિરની અંદર જ હતાં ત્યારે મારી નાખ્યાં. તેણે સ્ત્રી કે પુરુષ, વૃદ્ધ કે યુવાન, સાજાં કે માંદા કોઇનેય છોડ્યાં નહિ. દેવે તેમને બધાંને તેના હાથમાં સુપ્રત કર્યા હતાં.